અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે પીએમ જન યોજનામાંથી ખ્યાતિ હૉસ્પિટલ સહિત અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની એક-એક તેમજ ગીર સોમનાથ જિલ્લાની હૉસ્પિટલ એમ સાત સાત હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ફરજ મોકૂફ કરી છે.જ્યારે ખ્યાતિ હૉસ્પિટલના આરોપી ડૉક્ટર પ્રશાન્ત વજીરાણી સહિત ચાર તબીબને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે ફરજ-મોકૂફ કરાયા છે.
Site Admin | નવેમ્બર 19, 2024 3:37 પી એમ(PM) | અમદાવાદ
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે
