ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 14, 2024 10:53 એ એમ (AM)

printer

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી.

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના અંગે રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આ હૉસ્પિટલ સાથે જોડાયેલા તબીબ રાજ્યની અન્ય હૉસ્પિટલમાં કામ નહીં કરી શકે.
તેમજ હૉસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે. PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર આ હૉસ્પિટલને કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટે SOP જાહેર કરાશે. ઉપરાંત આ ઘટના સાથે સંકળાયેલા તબીબો સામે જરૂરી પગલાં લેવા ગુજરાત મેડિકલ કાઉન્સીલને સૂચના અપાશે. હૉસ્પિટલમાં અગાઉ થયેલી કાર્ડિયોલજીના કેસની પણ ચકાસણી કરાશે.
આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર-સચિવ ધનંજય દ્વિવેદીએ માહિતી આપી હતી. શ્રી દ્વિવેદીએ જણાવ્યું કે, ઘટનામાં સમિતિને ગુનાહિત કૃત્ય અને તબીબી બેદરકારી જણાતા આરોગ્ય વિભાગે ખ્યાતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ આ નિર્ણય કર્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે યોજેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટના અંગે ચર્ચા કરી હતી. શ્રી પટેલે જવાબદાર કોઈને પણ છોડવામાં ન આવે તેમજ આ હૉસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેવી સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ