અમદાવાદના નિકોલમાં રહેતા 11 વર્ષનાં માનવ પટેલની 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી થઈ છે.
આઠ વર્ષની વયથી ફુટબોલ રમી રહેલા માનવે માત્ર ત્રણ વર્ષના ગાળામાં ફુટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે. દસ હજાર જેટલા બાળકોમાંથી આ ટીમમાં પસંદગી પામી માનવે રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. દરરોજ પાંચથી છ કલાક ફુટબોલની તાલીમ કર્યા બાદ માનવે આ સિદ્ધિ મેળવી હોવાનું તેના કોચ અર્જુનસિંહ ભદોરીયાએ જણાવ્યું છે. માનવ આર. પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે.
Site Admin | માર્ચ 26, 2025 7:17 પી એમ(PM) | અમદાવાદ
અમદાવાદના 11 વર્ષનાં માનવ પટેલની અંડર 14 ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી
