અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં તે દોઢ વર્ષ માટે બંધ કરાયો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત સારંગપુર બ્રિજ બે જાન્યુઆરી, 2025થી 30 જૂન, 2026 સુધી જાહેર જનતાની અવર જવર માટે તથા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:42 પી એમ(PM) | અમદાવાદ