અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે. મૅન્ટર પ્રૉફેસર ચિંતન ઉમરાળિયાના માર્ગદર્શનમાં ઑટોનોમસ રૉબોટ બનાવવા બદલ આ શ્રેણીમાં શિવમ શુક્લ, ખુશી શાહ, કેશવી વાળા અને ધાર્મિક વંકાણીની ટીમને 10 લાખનું ઈનામ મળ્યું છે.વિજેતા ટીમના સભ્યોએ જણાવ્યું કે, તેમણે બનાવેલો રોબોટ અજાણ્યા સપાટી પર રસ્તો શોધવો, અવરોધ ટાળવા તેમ જ સ્ટેન્ડ પર ચઢી શકવા જેવા કાર્ય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે,સાયન્સ સિટી ખાતે ગઈકાલે દેશની સૌથી મોટી રૉબોટિક્સ સ્પર્ધા રૉબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાની ગ્રાન્ડ ફિનાલેના સમાપન સમારોહ યોજાયો હતો. દરમિયાન સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:36 એ એમ (AM)
અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે
