અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે. જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી એક હજાર 284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ટીમની ફાઇનલ માટે પસંદગી થઈ છે. વધુમાં, 500 વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો,નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યાં છે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM) | રોબોફેસ્ટ
અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે
