ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ
એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે.
અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો છે. તા. 22 ડિસેમ્બર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) હવાઈ મથક પર 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ