અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ લેશે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને રોજગાર કચેરી, અસારવા બહુમાળી ભવન ખાતે ઉપસ્થિત રહેવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 8:06 પી એમ(PM) | અમદાવાદ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે
