અમદાવાદના રેલવે સ્ટેશનો ઉપર દિવાળીના તહેવારોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું છે..અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો ઉપર દિવાળીના તહેવારો દરમિયાન થતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે આ સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે.. મુસાફરો સિવાય અન્ય કોઈ સગા સંબંધી પ્લેટફોર્મ ઉપર પ્રવેશ મેળવી શકશે નહિ. રેલવે તંત્ર દ્વારા છઠ્ઠી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ નહીં મળી શકે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 3:27 પી એમ(PM)