અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
બેન્કના મેનેજરે સત્તાનો દુરુપયોગ કરીને માત્ર પાંચ જ મહિનામાં અઢી કરોડની રકમ પોતાના ખાતામાં જમા કરી દીધી હતી. ગત નવેમ્બર મહિનામાં બેંકના ઓડિટ દરમિયાન કેટલીક શંકાસ્પદ નોંધ જણાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:26 પી એમ(PM) | અમદાવાદ
અમદાવાદના નવરંગપુરામાં અમરનાથ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરે અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
