રાજ્યભરમાં 31 ઓકટોબર સુધી ચાલી રહેલા દસમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો અંતર્ગત અમદાવાદના દેત્રોજ તાલુકામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં 14 ગામોના લાભાર્થીઓને વિધવા સહાય અને વૃદ્ધ સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાના ઢોકળવા ગામે અરજદારોના જુદાજુદા 2 હજાર જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
મહિસાગરના કરવાઈ ગામ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ વિભાગ હેઠળ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તો બીજી તરફ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના 36 ગામોમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિવિધ લાભો નું વિતરણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:39 પી એમ(PM) | સેવા સેતુ
અમદાવાદના દેત્રોજ તાલુકામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં 14 ગામોના લાભાર્થીઓને વિધવા સહાય અને વૃદ્ધ સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું
