અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાની સીડી ચડતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં તેણી ત્યાં જ ઢળી પડી હતી. તાત્કાલિક આ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જોકે હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસે શાળાએ પહોચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી હતી. ઝેબર શાળા દ્વારા નિવેદન જાહેર કરીને વિદ્યાર્થિનીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરીને તેના પરિવારને તમામ સહાય કરવાની ખાત્રી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:06 પી એમ(PM) | અમદાવાદ