ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટીના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી- GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. માનવીય મૂલ્યોને જીવનના સુખનો આધાર ગણાવતા તેમણે કહ્યું, “સત્ય અને અહિંસાથી આપણે ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકીશું.” (બાઈટઃ આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ) આ સમારોહમાં ઇન્ડિયન નેશનલ એકેડમી ઑફ એન્જિનિયરિંગના પ્રમુખ અને ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ જયંત પાટિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 38 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમાથી લઈ અનુસ્નાતક સહિતના અભ્યાસક્રમમાં પદવી એનાયત કરવામાં આવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ