અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ પ્રાથમિક માહિતી અહેવાલ- FIR નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં C.I.D. ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું કે, આ કૌભાંડમાં રાજ્યના આઠ જિલ્લાના લોકો ભોગ બન્યા હોવાનું જણાયું છે. આ કેસમાં મુખ્ય FIRમાં 8 આરોપીના નામ નોંધાયા છે. આઠમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ટૂંક સમયમાં ધરપકડ કરાશે. આ અંગેની તપાસ દરમિયાન 360 કરોડ રૂપિયાની રકમની માહિતી મળી છે. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના તમામ ખાતા સિઝ કરાયા છે. CID ક્રાઈમે અત્યાર સુધી આ કેસમાં 100થી વધુ લોકોના નિવેદન લીધા છે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 7:19 પી એમ(PM)
અમદાવાદના એક ખાનગી સમૂહ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે અત્યાર સુધીમાં ત્રણ FIR નોંધવામાં આવી
