અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મેચ જોવા આવતાં દર્શકોને પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ગામ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરાયોછે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધરાવાળ સર્કલ સુધી અવરજવરકરી શકાશે. તેમજ કૃપા રેસિડિન્સીથી શરણ સ્ટેટસ, ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફઅવર-જવર કરી શકાશે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:39 પી એમ(PM)
અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
