રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટે 70માં રાષ્ટ્રીયફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાક્ષેત્રે સર્વોચ્ચ માન્યતા એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન પણ હાજર હતા. રાષ્ટ્રપતિએ અભિનેતા મિથુન ચક્રવર્તીને એવોર્ડમેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમના દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં આપેલા યોગદાનનીપ્રશંસા કરી હતી. ( બાઇટ- દ્રૌપદી મુર્મ , રાષ્ટ્રપતિ )માહિતી અને પ્રસારણ મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર પ્રતિભા વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરઅને સરળીકરણ એમ ત્રણ પાયાના અભિગમ સાથે ફિલ્મ ઉદ્યોગના વિકાસ તરફ કામ કરી રહી છે: દાદા સાહેબ ફાળકે એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત કર્યા બાદ અભિનેત મિથુનચક્રવર્તીએ કહ્યું હતું કે સંઘર્ષ બાદ તેમને ફળ મળ્યું છે..જ્યારે યુવાનોને પણતેમણે પ્રોત્સાહિત કર્યા હતા.(બાઇટ મિથુન ચક્રવર્તી, દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર)વર્ષ 2022 માટે મંત્રાલયને ફીચર ફિલ્મ કેટેગરીમાં 32 વિવિધ ભાષાઓમાં કુલ 309 ફિલ્મોઅને નોન-ફીચરમાં 17 ભાષાઓમાં 128 ફિલ્મોની એન્ટ્રી મળી હતી. અલગ અલગ શ્રેણીમાંઅપાયેલા એવોર્ડમાં ફિલ્મ વિવેચક દીપક દુઆને શ્રેષ્ઠ વિવેચક પુરસ્કાર શ્રેણી હેઠળ સ્વર્ણ કમળ થી સન્માનિતકરવામાં આવ્યા છે. અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને પાર્થિવ ધરને કિશોર કુમારઃ ધ અલ્ટીમેટ બાયોગ્રાફીપુસ્તક માટે સિનેમા કેટેગરીમાં શ્રેષ્ઠ પુસ્તક હેઠળ સ્વર્ણ કમળ થી સન્માનિત કરવામાંઆવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 8:02 પી એમ(PM) | મિથુન ચક્રવર્તી
અભિનેતા મિથુન ચક્રવર્તીને રાષ્ટ્રપતિના હસ્તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત
