બોલિવુડનાં જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા ગયાં હતાં. અને ત્યાંથી ડેમનું નિર્દશન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે પોતાને ભાગ્યશાળી માને છે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM) | amir khan | gujarat republic day | Republic Day | stutue of unity
અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી
