ભારત અને UAEએ આજે પરમાણુ ઉર્જા અને પેટ્રોલિયમ સહિત વિવિધ ક્ષેત્રોમાંપાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવરપ્લાન્ટના સંચાલન અને જાળવણી પરના એમઓયુનો સમાવેશ થાય છે. અબુ ધાબી નેશનલ ઓઈલકંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના એલએનજી સપ્લાયમાટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલનાહયાન વચ્ચેની વાતચીત બાદ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીદિલ્હીમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનસાથે દ્વિપક્ષિય વાતચીત કરી હતી. બંને નેતાઓએ બહુપક્ષીય ભારત-UAE સંબંધો અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મકભાગીદારીને વિસ્તૃત કરવાના માર્ગો અંગે ચર્ચા કરી હતી. વાટાઘાટો બાદ પાંચ કરારો પરહસ્તાક્ષર કરવામાં આવ્યા હતા..અમારા સંવાદદાતા જણાવે છે કે ક્રાઉન પ્રિન્સે રાજઘાટપહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથેપણ મુલાકાત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:55 પી એમ(PM) | નરેન્દ્ર મોદી