બિહારમાં અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોના સંદર્ભમાં પ્રવર્તન નિર્દેશાલય-ED એ પટનામાં IAS અધિકારી સંજીવ હંસના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજ્યના ઉર્જા વિભાગના ભૂતપૂર્વ સચિવ હંસ અને તેમના ઘણા સહયોગીઓ પર નાણાકીય ઉચાપત, ભ્રષ્ટાચારના કેસ અને ટેન્ડરોમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. પટનાના અનીસાબાદમાં મકાન બાંધકામ વિભાગના એક વરિષ્ઠ ઇજનેરના પરિસરમાંથી મોટી માત્રામાં રોકડ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. લાંચ લેવાના આરોપસર અનેક સરકારી અધિકારીઓ અને ઇજનેરોના મકાનો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
Site Admin | માર્ચ 27, 2025 2:00 પી એમ(PM) | ઇડી દરોડા
અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોમાં પ્રવર્તન નિર્દેશાલય-ED દ્વારા પટણામાં IAS અધિકારીના અનેક સ્થળોએ દરોડા
