અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિળનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે.
કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, માનવીના ખોરાકમાં જંતુનાશકોના અવશેષોના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થાય છે. આથી ભારતે પ્રકૃતિ ખેતી અને વૈકલ્પિક જંતુનાશકોને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાની તાતી જરૂર છે.
આ પ્રસંગે શ્રી નડ્ડા અને શ્રી જોષીએ ભારતના ખાદ્ય આયાત અસ્વીકૃતિ ચેતવણી પોર્ટલ – એફ.આઈ.આર.એ. સહિત બે ડિજીટલ મંચોનો શુભારંભ કરાવ્યો.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 7:29 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી
અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો
