અન્ડર 19 એશિયા કપમાં, યુએઇમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ-એમાં એક દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઇ રહી છે.
ગ્રૂપની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. છેલ્લાં અહેવાલ મળ્યા ત્યારે પાકિસ્તાનના ઓપનર શાહઝેબખાનની સદીની મદદથી પાકિસ્તાને 41 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા. ગ્રૂપની અન્ય મેચમાં યુએઇએ જાપાન સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી આ મેચમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે યુએઇએ 41 ઓવરમાં 4 વિકેટે 278 રન કર્યા છે.
Site Admin | નવેમ્બર 30, 2024 3:49 પી એમ(PM)