અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો છે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે.
સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨થી નવી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોઈ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
જો કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં કેતે પૂર્વે પ્રવેશ મેળવેલા અને શિષ્યવૃત્તિનો લાભ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ અપાશે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 3:48 પી એમ(PM) | શિષ્યવૃત્તિ
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો
