અનાજની અછત ધરાવતાં રાજ્યો ઇ-હરાજીમાં ભાગ લીધા વિના ઓપન માર્કેટ સેલસ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સીધી ખરીદી કરી શકાશે. નવી ખરીદીની મોસમ શરૂ થાય તે પહેલાં જંગીફાજલ જથ્થાને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, OMSS- હેઠળ કેન્દ્ર સરકારનો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રાજ્યોને ક્વિન્ટલ દીઠ રૂપિયા બે હજાર આઠસોમાં સીધા જ અનાજની ફાળવણી કરશે. શ્રી જોશીએ ઉમેર્યું હતું કે, ‘ભારત’ બ્રાન્ડ હેઠળ લોટ અને ચોખાનું વેચાણ જે 30 જૂન, 2024 સુધી ચાલવાનું હતું, તે ચાલુ રહેશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:19 પી એમ(PM)