ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું :કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું છે. શ્રી પ્રસાદે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટે એક પારદર્શક, અનુમાનિત અને સરળતાથી સમજી શકાય તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે.
શ્રી પ્રસાદે કહ્યું કે સંરક્ષણ, વીમા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ટેલિકોમ અને અવકાશ સહિતના ક્ષેત્રોમાં FDI નીતિમાં સુધારા કરાયા છે. શ્રી પ્રસાદે જણાવ્યું કે નવા ઔદ્યોગિક લાઇસન્સ મેળવવા માગતી કંપનીઓ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વસંચાલિત રૂટ દ્વારા 74 ટકા સુધી FDI ની મંજૂરી છે, જે પહેલા ફક્ત 49 ટકા હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ