અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનું 85મું સત્ર આજથી બિહારના પટનામાં શરૂ થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બે દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા, રાજ્યસભા અને રાજ્યોના વિધાનમંડળના પીઠાસીન અધિકારીઓ “બંધારણની 75મી વર્ષગાંઠ: બંધારણીય મૂલ્યોને સુદ્રઢ બનાવવા સંસદ અને રાજ્ય વિધાનસભાઓનું યોગદાન” વિષય પર ચર્ચા કરશે. અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ બિહાર ત્રીજી વખત સંમેલનનું આયોજન કરી રહ્યું છે.આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા “પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ” પુસ્તકની 8મી આવૃત્તિનું વિમોચન કરશે. તેઓ ડિજિટલ બિહાર વિધાનસભા માટે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન એટલે કે NEVA શરૂ કરવા માટેના NEVA સેવા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન આવતીકાલે સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે.
Site Admin | જાન્યુઆરી 20, 2025 1:54 પી એમ(PM) | અખિલ ભારતીય પીઠાસીન