ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 7:50 પી એમ(PM)

printer

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા. ગઇકાલથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તો અવિરતપણે જોડાઈ રહ્યા છે, આવતીકાલે પરિક્રમા મહોત્સવના ત્રીજા અને અંતિમ  દિવસે  હજારોની સંખ્યામાં ભાવિકો ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે અમદાવાદ, સુરત, બરોડા સહિતના સ્થળોથી નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા ભોજન પ્રસાદ તેમજ નાસ્તાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પરિક્રમાના બીજા દિવસે પાદુકા અને ચામર યાત્રા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ