અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરીનો અકસ્માત થયો હતો. જેમાં એક બાળક અને પુરૂષ સહિત ત્રણનાં મોત થયા હતા, જ્યારે 52 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રથામિક માહિતી મુજબ આ તમામ શ્રધ્ધાળુઓ ખેડા જિલ્લાના હતા તેઓ દર્શન કરી પરત જતા હતા ત્યારે રસ્તામાં બસ પલટી મારી ગઇ હતી અને બસ રેલિંગ સાથે અથડાઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:18 પી એમ(PM)