ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા રાજ્યોને અન્યાય કરશે તો તેઓ સંસદની અંદર અને બહાર વિરોધ કરશે.
Site Admin | જુલાઇ 24, 2024 2:14 પી એમ(PM) | નાણામંત્રી | નિર્મલા સીતારમણ