અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 20 કરોડ રૂપિયા કરાયું છે.
આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે-કેર કેન્દ્ર સ્થાપવામાં આવશે. ઉપરાંત, જળ જીવન મિશનને વર્ષ 2028 સુધી લંબાવવાની, એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની, કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં 10 હજાર વધારાની બેઠકોની પણ જાહેરાત કરવામાં આવી છે.
સુશ્રી સીતારમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન અપાશે.
તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે. તેમણે શાળાઓમાં 50 હજાર અટલ ટિકરિંગ લેબ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરી. ગિગ વર્કર્સ માટે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આનાંથી દેશનાં એક કરોડથી વધુ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.
ઉડાન યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 વિમાન મથકોનું નિર્માણ કરાશે. ભારતને વૈશ્વિક રમકડાં કેન્દ્ર બનાવવા માટે આગામી વર્ષમાં પગલાં લેવાશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:39 પી એમ(PM)
અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી
