અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ખેલ મહાકુંભ 3.0નો આજથી આરંભ થયો છે. રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:58 પી એમ(PM)