ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 7:30 પી એમ(PM)

printer

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઈન ડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1 હજાર 812 અંગોનું દાન મળેલું છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરે છે. અંગદાન માટે કાર્યરત સ્ટેટ ઓર્ગન ટિસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન SATTOના કન્વીનર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ અંગદાન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે. તેથી મકરસંક્રાતિ પર્વ પર દરેક વ્યક્તિ
અંગદાન માટે સંકલ્પબદ્ધ બને.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઈન ડેથ, ડોનરમાંથી 994 કિડની, 508 લીવર, 130 હૃદય, 130 ફેફસાઓ, 15 સ્વાદુપિંડ, 10 નાનુ આંતરડું, 25 હાથના ડોનેશન મળી કુલ 1 હજાર 812 કેડવર મળ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ