ગરમીને કારણે હવે અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બપોરના બાર વાગ્યા સુધી કરવા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચના આપી છે.રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતાં હિટવેવની અસર બાળકોને ન થાય તે માટે આજથી હવે બાળમંદિરથી લઇને ધોરણ આઠ સુધીનું શૈક્ષણિક કાર્ય બાર વાગ્યા સુધી કરવા આદેશ અપાયો છે.આ આદેશનુ ચુસ્ત પણે પાલન કરવા પણ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચના આપી છે. વાર્ષિક પરીક્ષાઓ સુધી બાર વાગ્યા સુધી આ સૂચનાનું પાલન કરવાનું શાળાઓને જણાવાયું છે.
Site Admin | એપ્રિલ 18, 2025 10:10 એ એમ (AM)
હિટવેવની સ્થિતિને કારણે અમદાવાદની શાળાઓમાં બપોરના બાર વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય કરવા આદેશ
