રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.. જેના કારણે આ જીલ્લાઓમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે આવતીકાલે પણ આતમામ જીલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે.
Site Admin | એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)
હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું
