હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યોને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને માહીતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે તેમને માહિતગાર કર્યા હતા. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે રાજય વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)
હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી
