ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 2:18 પી એમ(PM)

printer

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 7 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. આ ચૂંટણીમાં બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1 હજાર 31 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
રાજ્યમાં કુલ 20 હજાર 632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા માટે વેબકાસ્ટિંગ સુવિધા સાથે તમામ મતદાન મથકો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના આ ઉત્સવનો ભાગ બનવાનું આહ્વાન કર્યું છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્યના તમામ યુવા મતદારો કે જે પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ