ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 7, 2024 7:43 પી એમ(PM)

printer

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બંને રાજ્યમાં મતગણતરી માટે ત્રણ સ્તરની સલામતીવ્યવસ્થા કરવામાં આવી છે.  આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કે. પૉલે કહ્યું કે, ‘સલામત અને સરળ મતગણતરી પૂર્ણ કરાવવાની તમામ આવશ્યક તૈયારીઓ કરી લેવામાં આવી છે. મતગણતરીકેન્દ્રમાં યોગ્ય ઓળખપત્ર ધરાવતા લોકોને જ આવવાની મંજૂરી અપાશે. જિલ્લા માહિતી અધિકારીની દેખરેખ હેઠળ કેન્દ્રોપર મીડિયા કેન્દ્ર બનાવાયા છે. તેમનામાધ્યમથી ચૂંટણી પરિણામ તરત મળશે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં શનિવારે એક જ તબક્કામાં સરેરાશકુલ 67.9 ટકા મતદાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ