ગુજરાત પોલીસના વાહનને હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અકસ્માતમાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોત થયા છે. જ્યારે એક પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડબવાલીના વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતાં પોલિસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ખાનગી ડ્રાઇવર એમ ત્રણનાં મોત થયા છે.
રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા જઈ રહી હતી, ત્યારે તેમનાં વાહનને હાઇવે પર પાર્ક કરેલા વાહન સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
આ બનાવની જાણ થતાં ગુજરાત પોલીસ સ્થાનિક ડબવાલી પોલીસ સાથે સંપર્ક કર્યો હતો. અમદાવાદથી એક મદદનીશ પોલિસ કમિશનર અને એક પોલિસ સબ ઇન્સ્પેક્ટર હરિયાણા જવા રવાના થયા છે.
Site Admin | માર્ચ 26, 2025 2:11 પી એમ(PM)
હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદનાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોતઃ પીએસઆઇને ગંભીર ઈજા
