સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીનાં શિક્ષિકા લાછુબેન પરમારની મલેશિયા ખાતે યોજાનાર એથ્લેટીક સ્પર્ધા માટે પસંદગી થઈ છે. લાછુંબેન અગાઉ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઇનામો મેળવી ચુક્યા છે.
તેઓ મલેશિયામાં ભાલા ફેંક, હેમર થ્રો અને ચક્ર ફેંકની સ્પર્ધામાં ભાગ લેશે.
લાંછુબેન શાળાની વિધાર્થિનીઓને વિવિધ રમતો રમાડીને જિલ્લા તેમજ રાજ્ય સ્તરે રમી ને આગળ આવે તે માટે માર્ગદર્શન આપે છે.તેઓ પોતે ખેલ મહાકુંભમાં રમીને આગળ આવ્યા છે. તેમણે વિવિધ રમતોમાં સુવર્ણચંદ્રક પણ મેળવ્યા છે
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:23 એ એમ (AM) | એથ્લેટીક સ્પર્ધા
સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીનાં શિક્ષિકા લાછુબેન પરમારની મલેશિયા ખાતે યોજાનાર એથ્લેટીક સ્પર્ધા માટે પસંદગી થઈ
