સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે અત્યાર સુધી 6 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યા છે.
આ પહેલાં, ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 181 રન બનાવી ઑલઆઉટ થઈ હતી. આજે ઑસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોર પર એક વિકેટે નવ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પોતાની પહેલી મેચ રમી રહેલા બીયૂ વેબસ્ટર્ને સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે સુકાની જસપ્રીત બુમરાહ અને નીતિશકુમાર રેડ્ડીએ બે-બ2 ખેલાડીને આઉટ કર્યા હતા. આ પહેલા ભારતે પહેલી ઇનિંગમાં 185 રન બનાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:28 પી એમ(PM)
સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે
