કેન્દ્ર સરકારે સાબરકાંઠા જિલ્લામાં ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. 14 કિલોમીટરના આ બાયપાસથી મહેસાણા અને શામળાજી તરફ જતો વાહન વ્યવહાર સુગમ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંજૂરી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું, સાબરકાંઠામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 168-જી પર આ બાયપાસ બનશે.
Site Admin | માર્ચ 29, 2025 9:49 એ એમ (AM)
સાબરકાંઠા જિલ્લામાં ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની મંજૂરી
