સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME માટે ટર્ન ઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. હવે એક કરોડને બદલે અઢી કરોડ રૂપિયા સુધીનાં રોકાણ ધરાવતા એકમોને સુક્ષ્મ એકમો ગણવામાં આવશે. ટર્નઓવરની મર્યાદા પાંચ કરોડ રૂપિયાથી વધારીને બમણી કરીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
25 કરોડ રૂપિયા સુધીનાં એકમોને લઘુ એકમો ગણવામાં આવશે, જ્યારે આવા એકમો માટેની ટર્નઓવર મર્યાદા 50 કરોડ રૂપિયાથી બમણી કરીને 100 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
125 કરોડ રૂપિયા સુધીનાં રોકાણ ધરાવતા એકમોને મધ્યમ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ મર્યાદા અગાઉ 50 કરોડ હતી, જ્યારે ટર્નઓવર મર્યાદા બમણી કરીને 500 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય અંદાજપત્રમાં MSMEનાં નવા વર્ગીકરણ માપદંડોની જાહેરાત કરી હતી
Site Admin | માર્ચ 24, 2025 7:19 એ એમ (AM)
સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME માટે ટર્ન ઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો
