સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કાઉન્સિલે ફ્યુચર રેડી કોમ્બેટ વ્હિકલ્સ, એર ડિફેન્સ ફાયર કન્ટ્રોલ રડાર, મેઇન બેટલ ટેન્ક, ડોર્નિયર-228 એરક્રાફ્ટ, નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ અને ઓફશોર પેટ્રોલ જહાજોની ખરીદીને મંજૂરી આપી છે.
એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે, આ સાધનોનાં કુલ મૂલ્યમાં 99 ટકા ખરીદી સ્વદેશી કંપનીઓ પાસેથી કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 8:09 પી એમ(PM) | સંરક્ષણ ક્ષેત્રે
સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી
