સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા છે.
આ રકમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ આપાતકાલીન કોષ દ્વારા આપવામાં આવશે. અસરગ્રસ્ત પ્રાંતો યેન બાઈ અને લાઓ કાઈમાં તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 290 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 237 હજાર ઘરોને નુકસાન થયું છે અને 30 લાખ લોકો તેનાથી પ્રભાવિત છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)
સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા
