શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને શહેરાના પ્રાંત અધિકારી દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાંસગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેતીનિયામક દ્વારા “શ્રી અન્ન”, “જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્રાકૃતિક ખેતી” વિશે માહિતી આપવામાં આવી હતી.ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો વ્યકત કરવામાં આવ્યા હતા. તેમજ ખેડૂતોએ કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલ્સની અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
Site Admin | ડિસેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)
શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
