વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃધ્ધિનો અંદાજ અગાઉનાં 6.6 ટકાથી વધારીને સાત ટકા કર્યો છે. વિશ્વ બેન્કે જણાવ્યું છે કે ખાનગી વપરાશ અને રોકાણ જેવાં મહત્વનાં પરિબળોને કારણે દેશની આર્થિક વૃધ્ધિ મધ્યમગાળામાં મજબૂત રહેશે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-આઇએમએફે પણ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની જીડીપીની વૃધ્ધિનો અંદાજ 20 બેસિસ પોઇન્ટ વધારીને સાત ટકા કર્યો હતો.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેનો વૃધ્ધિનો અંદાજ 6.7 ટકા રાખવામાં આવ્યો હતો, તેનું મુખ્ય કારણ એ હતું કે 2024ની લોકસભા ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડવાથી સરકારી ખર્ચમાં ઘટાડો થયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 8:00 પી એમ(PM) | વિશ્વ બેન્ક
વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃધ્ધિનો અંદાજ અગાઉનાં 6.6 ટકાથી વધારીને સાત ટકા કર્યો
