વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે.
વિદેશ મંત્રી જીનિવામાં ભારત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવાના માર્ગો શોધવા માટે સ્વિસ વિદેશ મંત્રીને પણ મળશે.
ગઈકાલે, ડૉક્ટર જયશંકરે બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. ડૉક્ટર જયશંકર તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં જર્મનીમાં હતા. તેમણે બુન્ડસ્ટેગ તરીકે ઓળખાતી જર્મન સંસદના સભ્યો સાથે પણ વાતચીત કરી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 11:49 એ એમ (AM)
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે.
