ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 7:40 પી એમ(PM)

printer

વિદેશી સંસ્થાકીય રોકાણકારો – FIIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી સંસ્થાકીય રોકાણકારો – FIIએ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝીટરી ડેટા પ્રમાણે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FPI એ ઇક્વિટી બજારમાં 33 હજાર 691 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પણ ઋણ બજારમાંથી 245 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારોમાં એક લાખ 80 હજાર કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. વર્ષ 2024માં એફપીઆઇએ ઇક્વિટીમાં 76 હજાર 572 કરોડ અને ઋણમાં એક લાખ 8 હજાર 662 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ