વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને ઊર્જા ક્ષેત્રે વ્યાપક સંબંધો વિકસાવવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ગઈકાલે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે વૈશ્વિકરણના અનેક ફાયદાઓ વિશે સાંભળ્યા પછી, આજે વિશ્વભરમાં ઔદ્યોગિક નીતિઓ, નિકાસ નિયંત્રણો અને ટેરિફ પર સ્પર્ધાની વાસ્તવિકતા દરેકની સામે આવી છે. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસનો વિચાર આપણી વિદેશ નીતિ સાથે પણ જોડાયેલો છે.
Site Admin | માર્ચ 23, 2025 7:46 પી એમ(PM)
વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે કહ્યું-આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતીય રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય
