ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 7:54 પી એમ(PM) | G-20 અધ્યક્ષતા

printer

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલની G-20 અધ્યક્ષતા માટે ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલની G-20 અધ્યક્ષતા માટે ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. આજે દિલ્હીમાં 9મી ભારત – બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકમાં ડૉ. જયશંકરે ટકાઉ વિશ્વના નિર્માણ વિષય વસ્તુ પર કેન્દ્રિત બ્રાઝિલની અનન્ય પહેલની પ્રશંસા કરી હતી.
તેમણે ઉમેર્યું કે વર્ષ 2006થી ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત થઈ હતી તે સમય સાથે વૈવિધ્યસભર બની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બ્રાઝિલ સાથેના દ્વીપક્ષીય સંબંધો સંરક્ષણ, અવકાશ, સુરક્ષા સહિત સાયબર સુરક્ષા વેપાર અને રોકાણ સહિત વ્યાપક ક્ષેત્રોમાં ફેલાયેલા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ