ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 5, 2025 9:16 એ એમ (AM)

printer

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી તાશ્કંદમાં 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતનું નેતૃત્વ કરશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં શરૂ થઈ રહેલી 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. શ્રી બિરલા સામાજિક વિકાસ અને ન્યાય માટે સંસદીય કાર્યવાહી પર ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને સાંસદો ભર્તૃહરિ મહતાબ, અનુરાગ સિંહ ઠાકુર, ડૉ. સસ્મિત પાત્રા, અશોક કુમાર મિત્તલ, કિરણ ચૌધરી અને લતા વાનખેડેનો સમાવેશ થાય છે.ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્યો ગવર્નિંગ કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી સહિત આંતર-સંસદીય સંઘની વિવિધ બેઠકોમાં હાજરી આપશે. આ સમયગાળા દરમિયાન, શ્રી બિરલા ઉઝબેકિસ્તાનમાં ભારતીય સમુદાય અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ